કૃષ્ણ સમીપે

images.jpgકાનુડો, કામણગારો, મોરપિચ્છ ધારી,રણછોડ, કેશવ,બંસીધર, માખણચોર, નટખટ જેવા કંઈ કેટલાય નામ થી કૃષ્ણ પૂજાય છે. પણ આજે વાત કરવી છે મુરલીધર ની. મુરલી ના કામણ ની, ધુન ની,સૂર ની, સૂર ની મીઠાશ ની. મુરલી માં કંઈક એવું હતું કે ગોકુળ ની ગાયો ,.ગોવાળ થી માંડી સમસ્ત વૃજવાસી ઘેલો થઈ જતો. સૌથી કપરી દશા ગોપીઓ ની થતી. ઘર-બાર,કામ-કાજ,લોક-લાજ….અરે.. પોતાનું પણ ભાન ભૂલી મુરલી ના સૂર થી મુરલીધર તરફ ખેચાઈ આવતી.
માનો કે જીવન એક મુરલી છે અને દરેક લેવાતો સ્વાસ, કરાતુ કામ અને જિવાતો સંબંધ જીવન-મુરલી નો સૂર છે. કોણ ખેચાઈ આવે છે એ સૂર થી– સ્વાથૅ,કપટ,લોભ,મોહ,માયા, કલહ,અહંકાર….કે નિસ્વાર્થતા,નિભૅયતા,મદદરૂપતા,પ્રેમ, કરુણા, સત્યતા,…….કદાચિત મનના ભાવ અને શરીર થી થતા કાર્ય રૂપે ફરતી અંગુલી ના ઉપર બધો આધાર હોતો હશે.
મુરલીધર ની મુરલી ખાલી બાસુરી ની ધૂન જ નથી, પણ, જિવાતા જીવન માટે ગૂઢ સંદેશ પણ છે. આજ થી મુરલીધર ની મુરલી ની જેમ આપણી જીવન મુરલી ને પણ સૂરમય, લયબદ્ધ, પ્રેમમય ,લાગણીમય બનાવીએ અને મિત્ર અને સંબઘી રુપ ગોપાલ ને,ગોપીઓ ને આકર્ષીએ,images (1)આનંદીએ અને જીવન ને મહારાસ બનાવીએ અને સદાય “કૃષ્ણ સમીપે” રહિયે અને કૃષ્ણમય બનીએ.

——–જય શ્રી કૃષ્ણ. ગિરીશ શાહ.

ફાધર વાલેસ પોતાના પુસ્તક ‘મુરલી’ માં મુરલી ના નૃત્ય ને કંઈક આવી રીતે વણૅવે છે—–
વૃદાવન માં મુરલી વાગે છે અને મુરલીધર એ વગાડતાં વગાડતાં નૃત્ય પણ કરે છે અને આખી સૃષ્ટિ એમની સાથે નાચે છે.હુ પણ નાચું છું અને નાચતાં નાચતાં કેટલાક દિવ્ય સત્યો સમજતો થાઉં છું. દેહ પવિત્ર છે, સૃષ્ટિ મંગળ છે, મનુષ્ય અવતાર શ્રેષ્ઠ છે.આનંદ અને પ્રેમ ધર્મ સાધના ના હાદૅ માં છે. દેહ દ્વારા આખી સૃષ્ટિ સાથે સંબંધ છે. આખી સૃષ્ટિ વૃદાવન અને આખુંયે બહ્માડ ગોકુળ.
શ્રી કૃષ્ણ નું નૃત્ય માનવદેહ નો અભિષેક છે. પૃથ્વી નો સંસ્કાર છે. બહ્માડ ની પ્રાણ પ્રતિષ્ઠા છે. પૃથ્વીના રંગમંચ પર એમનો નૃત્ય મહોત્સવ થયો,ચરણ સ્પર્શ થયો એટલે આપણી પૃથ્વી મંદિર બની, વૈકુંઠ બની. દશૅન અને સ્પશૅ બંનેમાં સામથયૅ છે, પુણ્ય છે અને બંને નું વાહન દેહ જ છે.
મુરલી એ મને દેહ ની પવિત્રતા સમજાવી, સૃષ્ટિની મંગળમયતા બતાવી. સૌદર્ય અને કલા, સંગીત અને નૃત્ય, આનંદ અને ઉત્સવ, પ્રેમ અને ભક્તિ ના રહસ્યો ખુલ્લા કયૉ.હવે દુનિયા મંગળ દેખાય, બધે એમના દૅશન થાય.આખી સૃષ્ટિ સાથે આત્મીય સંબંધ બંધાય.
કારણ કે વૃદાવન માં મુરલી વાગે છે.
“મુરલી” by ફાધર વાલેસ માં થી આભાર સહ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

”નંદ ઘેર નંદ ભયો ,જય કનૈયા લાલ કી જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી ”

જન્માષ્ટમી -કૃષ્ણનો જન્મ દિવસ। કૃષ્ણ જન્મ એ ફક્ત બાલ સ્વરૂપે જન્મ લેતા કાનુડા ની
 હેપી બર્થ ડે ઉજવવાનો જ દિવસ નથી પરંતુ આપણામાં થી અદ્રશ્ય થતા કે ભુલાતા બચપણને ,
 મસ્તીને,પ્રેમને,મિત્રતાને ,કર્તવ્ય ને ,નેતૃત્વને માનો કે જીવનને ઢંઢોળવાનો ,નવજીવન
આપવાનો દિવસ પણ છે। ભગવાન કૃષ્ણ જીવનથી ભાગવાનું ક્યારેય કહેતા નથી પરંતુ જીવન
ને સંપૂર્ણ રીતે અપનાવવાનું કહે છે। કૃષ્ણ કહે છે કે પ્રકૃતિ ના હર તત્વ માં હું મોજુદ છું અને
માનવ જીવન પ્રકૃતિ ની બહાર કંઈ જ નથી। આજના આ દિવસે આપણને ,આપણામાં છુપાયેલ
કૃષ્ણતા ને જન્માવીએ અને માનવતા ને મહેકાવીએ।
     કવિ શબ્દો માં શ્વાસ ભરીને કહે છે કે આપને અને કૃષ્ણ ભિન્ન નથી। કૃષ્ણ સદાય આપણી
અંદર અને આપણી આસપાસ જ છે ,ફક્ત અનુભૂતિને જગાડવાની જરૂર છે।
હરિ !મને કોકિલ બનાવી વનમાં મુકિયો
વળી ,તમે વસંત બનીને વિલસ્યા પાસ ,
હવે હું મૂંગો ક્યમ રહું ?
હરિ!મને ઝરણ બનાવી ગિરિ થી દોડાવ્યો
વળી ,તમે દરિયો થઈ દીઘી આશ ,
હવે હું મૂંગો ક્યમ રહું ?
હરિ! મને સુવાસ બનાવી કળિયુ ખીલવી
વળી ,તમે પવન થઈ પ્રશંસા ચોપાસ ,
હવે હું બાંધ્યો કેમ રહું ?
હરિ ! મને દીપક પેટાવી દીવેલ પૂરિયાં
વળી ,તમે ફરતા ફેલાયા થઈ આકાશ ,
હવે હું ઢાંક્યો કેમ રહું?
હરિ ! મને હુંપદ આપીને પુરુષાર્થ કર્યો
વળી ,તમે પરમપદ થઈ દીઘી પ્યાસ ,
હવે હું જુદો ક્યમ રહું?—–મુકુંદરાય. વી.પારાશર્ય .
                stock-vector-illustration-of-bansuri-with-peacock-feather-in-janmashtami-151135406

વખાણ કરવાની તક ન ચૂકો

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

વખાણ કરવાની તક ન ચૂકો

પ્રશંસા (વખાણ) એક એવો ભાવ છે જે દિલના ઊંડાણ સુધી ૫હોંચે છે. પ્રશંસાથી મન પ્રસન્ન થઈ ઊઠે છે, પ્રશંસાથી પ્રોત્સાહન મળે છે અને મન ઉત્સાહ-ઉમંગથી ભરાઈ ઊઠે છે. સાચી પ્રશંસા હંમેશા લાભદાયક હોય છે. પ્રશંસાના માધ્યમથી સકારાત્મકતા વધે છે તથા રસ્તો ભટકી ગયેલી વ્યકિતને ફકત માર્ગ ૫ર જ લઈ આવતી નથી ૫ણ તેને તેના લક્ષ્ય સુધી શીઘ્રતાથી ૫હોંચાડવામાં સહાયક ૫ણ થાય છે. પ્રશંસાના માધ્યમથી વ્યક્તિની કાર્ય કરવાની શકિત અનેક ગણી વધી જાય છે અને મળનારા પ્રોત્સાહન દ્વારા મન પ્રફુલ્લિત થઈ ઊઠે છે. એટલાં માટે સાચા વખાણ કરવા માંથી ક્યારેય પીછેહઠ ન કરવી જોઈએ અને વખાણ કરવાની સાચી તક ૫ણ ન ચૂકવી જોઈએ.

વખાણ ક્યારે કરવા જોઈએ ? એ પ્રશ્ન મનમાં ઊઠી શકે છે તો તેના જવાબમાં એમ કહેવું યોગ્ય છે કે વખાણ બધાની હાજરીમાં, તેમની સામે કરવા જોઈએ જેથી પ્રશંસાના માધ્યમથી સકારાત્મકતાનો પ્રસાર વધુમાં વધુ થાય. ક્યારેય ખોટા વખાણ  ન કરવા જોઈએ કારણ કે ખોટા…

View original post 746 more words

ગતિશીલતાનું નામ જ જીવન છે

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

ગતિશીલતાનું નામ જ જીવન છે

જીવન ગતિશીલતાનું બીજું નામ છે. જડ ચેતન બધા ગતિશીલ છે. જાણે અજાણે બધા ભાગતા જઈ રહ્યા છે. જયાં રોકાણ આવે છે ત્યાં જીવન મૃત્યુ તરફ જવા લાગે છે. આ ગતિશીલતાને દિશા આપીને અને પોતાના અસ્તિત્વને એ ૫રમ પૂર્ણમાં વિલીન કરીને જ મનુષ્ય પોતાના દુઃખોથી મુકિત મેળવી શકે છે, પૂર્ણતા અને આનંદ પ્રાપ્ત કરી શકે છે.

આ સૃષ્ટિમાં સ્થિર કશું જ નથી. જે સ્થિર જેવું દેખાય છે તેમાં ૫ણ સ્થિરતા નથી. અહીં બધું જ ગતિશીલ છે. જડ ૫દાર્થના અણુ – ૫રમાણુની ભીતરના કણ સદાય બંધ ગોળાકારમાં ગતિમાન રહે છે. ચંદ્રમાં પૃથ્વી તરફ અને પૃથ્વી સૂર્યની ૫રિક્રમા કરી રહી છે. સૂર્ય ૫ણ એક જગ્યાએ સ્થિર નથી. તે પોતાના સૌર ૫રિવારના સભ્યો સહિત મહા સૂર્ય તરફ અને મહા સૂર્ય કોઈ વિરાટ સૂર્યનું ૫રિભ્રમણ કરવા દોડી રહ્યા છે. આ ક્રમનો કોઈ અંત નથી અને સંભવતઃ જયાં સુધી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી આ જળવાઈ રહેશે. ગતિશીલતા તેનું મુખ્ય લક્ષણ…

View original post 419 more words

****ક્યાં ક્યાં છે વનમાળી ******

ક્યાંક વાંસળી ,stock-vector-illustration-of-bansuri-with-peacock-feather-in-janmashtami-151135406ક્યાંક મયુરપિછ , ક્યાંક કામળી કાળી ,

ક્યાંક મથુરા ,ક્યાંક દ્વારિકા ,ક્યાં ક્યાં છે વનમાળી
કો’ક ગોપીની મટુકી માંstock-vector-easy-to-edit-vector-illustration-of-baal-krishna-151556096 થી ,મહીડાં માફક છલકે ,

વનરાવનની વિકટ વાટ માં પવન બનીને મલકે ,
ક્યાંક ધૂળ તો ક્યાંક મૂળ ,તો ક્યાંક કદંબ ની ડાળી 
કાલિન્દી ના જળ માંહેથી દડો બનીને નીકળે
ક્યાંક કંસની છાતીમાં થી રુધિર બનીને નીંગળે ,
ક્યાંક બહાવરી પૂનમરાતની ગોપીકાની તાળી
———————stock-vector-illustration-of-lord-krishna-doing-rash-leela-in-janmashtami-149086916–   વિનોદ ગાંધી .  

પ્રેમ

” હે પરમાત્મા !મને એવી આંખ આપ કે જે સંસારના સઘળા પદાર્થોને પ્રેમની દ્રષ્ટીથી જુએ .—-વેદ

ઉપરના વાકય જેવા ઘણા બધા વાક્યો વેદ,પુરણ,શ્રીમદ ભાગવત અને ઘણા બધા પ્રેરણાત્મક પુસ્તકોમાં થી વાંચવા અને કથા,સેમિનાર,ટોક શો માં સાંભળવા પણ મળે છે .સવાલ એ છે કેટલી હદ સુધી મૂળ અર્થ,ભાવ કે સંદેશને આપને સમજી શકીએ છીએ .કહે છે કે દુનિયામાં કંઈ પણ નકામું નથી .કરેલું કોઈ પણ કર્મ નકામું કે અર્થહીન નથી .દરેક કાર્ય,વિચાર,શબ્દ નો એક પ્રભાવતરંગ હોય છે ,પછી એ હકારાત્મક કે નકારાત્મક હોય .માનવ જીવન બંને વૃતિઓથી પ્રભાવિત થતું હોય છે .માનવ તરીકે કદાચ આપણે એને આપની મર્યાદા માનતા હોઈએ તો આપણે ખુદના જીવનની સાથે સાથે સમગ્ર માનવતા ની સાથે અન્યાય કરી રહ્યા છીએ .બુદ્ધિશાળી અને સમજદાર તેમજ વૈજ્ઞાનિક મનુષ્ય તરીકે આપણી નૈતિક તેમજ દૈવી ફરજ બને છે કે નકારત્મકતા ને અવગણી ન શકીએ તો એના પર સકારત્મકતા નો પ્રભાવ પાથરી મનુષ્યતા ને સાર્થક કરીએ ,દીપાવીએ .

પરમાત્મા પાસે એવી આંખ માગી કે સઘળું પ્રેમની દ્રષ્ટિથી જુએ .પરંતુ પરમાત્મા તો એટલો બધો કૃપાળુ અને દયાળુ છે કે ફક્ત આંખ જ નહીં પરંતુ સમગ્ર શરીર અને જગત પ્રેમમય આપ્યું છે .સાથે સાથે વિચારશક્તિની સાથે આંતર દ્રષ્ટિ પણ આપી કે જેથી મનુષ્ય સારા નરસા ને પારખી શકે ,આનંદને પામી શકે ,શાશ્વત સુખને પામી શકે .એટલે જ તો પરમાત્માએ માનવ સૃષ્ટિ ના કલ્યાણ અને આનંદ માટે સમગ્ર સંસાર ને ફૂલો,પક્ષીઓ ,નદી-ઝરણાં -સાગર ,વન્ય સૃષ્ટિ ,આકાશતત્વ ,વિ ……કેટકેટલી સૃષ્ટિઓ નું સર્જન કર્યું છે .સમગ્ર બ્રહ્માંડ પ્રેમથી ભરપુર છે .પ્રકૃતિ નું હરએક સર્જન કંઈક આપીને ખુશ થાય છે ,માનો પોતાના અસ્તિત્વ ને દીપાવે છે અને અર્પણ નો અર્ધ્ય ધરી સર્જનહાર ને પ્રિય બનાવે છે .પરંતુ માનવ તરીકે આપણે પોતાને સર્જનહાર ની ઉત્કૃષ્ટ કૃતિ અને બ્રહ્માંડ ના ચતુર અને બુધ્ધિશાળી પ્રાણી હોવાના ગર્વમાં ક્યાંક સ્વાર્થી થઈ જઈએ છીએ અને સીમાઓને પાર કરી જઈએ છીએ અને નફરત,સંકુચિતા,ખોટી સ્પર્ધા ,નાના-મોટા જેવા અસંખ્ય વમળો માં ફસાઈ જઈએ છીએ .સામે પક્ષે પ્રેમનું ગણિત એટલું બધું સચોટ અને અટપટું છે કે આપવાથી વધારેમળે છે,બેવડાય છે .પ્રશ્ન એ છે કે પ્રેમની દ્રષ્ટિ વિકસિત કેવી રીતે કરવી કે એવી આંખ ક્યાંથી લાવવી જે સમગ્રપદાર્થોને,બ્રહ્માંડ ને પ્રેમની દ્રષ્ટિથી જુએ .જવાબ એક જ છે -જીવનને સમગ્રતાથી જોઉં અને સમજવું .કંઈક આમ ——
  આકાશમાં ઉગતા અને આથમતા સુરજને ,દરિયાની શાંત લહેરો અને ઉછળતા મોજાંની મસ્તીને ,શિકાર કરતા હિંસક પશુઓને અને કળા કરતા મોરને ,રંગબેરંગી ઉડતા પક્ષીઓને જોવા ,રીમજીમ વરસતા વરસાદની બુંદો અને વીજળી ના ચમકારા અને વાદળો ની ગર્જના અને પવનની તોફાની મસ્તી સાથે વરસતા મેઘને જોવો,મસ્તીમાં ખળ ખળ નાચતા કૂદતાંઝરણાનાં નૃત્ય ને અને રિસાયેલી પ્રેમિકા જેવી તોફાની નદીની વિનાશકતા ,પતિથી નારાજ પત્ની અને માં ના ખોળા માંશાશ્વતી આનંદ માણતું બાળક ……….આ બધીજ ઘટનાઓ ની એક બાજુ પ્રેમની શાંત અને પ્રકૃતિની આનંદ આપતી અભિવ્યક્તિ છે તો બીજી બાજુ પ્રેમની અશાંત અને આંચકો આપતી કે પ્રેમની પરીક્ષા લેતી અભિવ્યક્તિ છે .આ જ આપણીમાનવીય મર્યાદા છે .રચયિતા માટે તો સર્જન-વિનાશ ,જન્મ-મૃત્યુ ,આરંભ-અંત ,દિવસ-રાત ,……પોતાનાજ પ્રેમની,અંશનીઅભિવ્યક્તિ છે .કૃષ્ણ ભગવાને આ વાત શ્રી ગીતાજી માં સુંદર રીતે સમજાવી છે ,દરેક અભિવ્યક્તિ ને પોતાની લીલા કહી છે .સાથે સાથે એ પણ જણાવ્યું છે કે શેમાં હું શ્રેષ્ઠ છું .સુંદર થી અતિ સુંદર,માનવ થી દેવ,દ્રશ્ય થી અદ્રશ્ય ,લૌકીક થી અલૌકીકતરફ ની પેમમય યાત્રા એજ સાચી માનવયાત્રા છે .સંસાર ના સઘળા પદાર્થો ને પ્રેમથી જોવા માટે સંસારના રચયિતા ને અને તેને રચેલ સઘળા પદાર્થો ને સ્વીકારો ,એ પણકોઇપણ જાતની શરત વગર ,કારણ પ્રેમમાં કોઈ શરત હોતી નથી .ફક્ત સ્વીકાર અને શરણાગતિ જ હોય છે ,સમજણ સાથેની,મસ્તી સાથેની,કંઈ પણ ગુમાવવા ના ડર કે પામવાની ખેવના વગરની .જે સમગ્રતા ને સ્વીકારી શકે છે તે સઘળા પદાર્થોમાંપ્રેમ અનુભવી શકે છે અને સઘળા પદાર્થોમાં થી પ્રેમ પામી શકે છે .600228_10151579261948185_201734515_n526969_264390327002189_137593457_n 


મને મળ્યા તા શ્યામ કોણ માનશે ?
એક મીટમાં કળ્યા તા શ્યામ કોણ માનશે ?”
— હરીન્દ્ર દવેk6514608

વૈદિક પ્રાર્થના

મને શત્રુ કે મિત્ર ની ભીતિ ના હો
અજ્ઞાત કે જ્ઞાત ની ભીતિ ના હો
ના રાત્રી કે દિવસ ની ભીતિ હો
થાજો દિશાઓ સહુ મિત્ર મારી
સૌ સ્થાનથી શ્રેષ્ઠ સંકલ્પ આઓ
દબાય ના જે વળી કાર્ય સાધે
એ જોઈ સૌ દેવ કલ્યાણ કરજો
ને રક્ષજો સાવધ નિત્ય રહીને .
————————————-
સાથે મળીને ગતિ કરીએ
સાથે વાણી વદીએ ,
સાથે મળીને મનથી સઘળુ
સાચું સમજી લઈએ ,
સાથે મળીને કરી પ્રાર્થના
હળીમળીને રહીએ ,
ચિત્ત અને મન આપણ સહુનાં
સરખે સરખાં કરીએ,
લાગણી આપણી સમાન હો ને
હર્દયો સમાન કરીએ
સમાન મનમાં સદા એકતા
સંપ કરીને રહીએ .
——————————————
આપણા બેયને માટે દેવ રક્ષણહાર હો
આપણે બેય એમાંથી નિત્ય પોષણ પામીએ
આપણા બેયની શક્તિ વધો જ્ઞાનમયી જગે
સ્વાધ્યાય આપણા માટે સત્ય બતાવજો
આપણા બેયની બુદ્ધિ દ્વેષથી મુક્ત મહેકજો
આધિ ,વ્યાધિ ,ઉપાધિ માં શાંતિ શાશ્વત પામજો

translated by different authors.
————————————————————-
39313_10151597255248185_863909659_n